નવયુગ કોલેજમાં ગુજરાત સરકારના “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” નો કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ગુજરાત સરકાર દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી નવયુગ કોલેજ ખાતે કરી હતી.

જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કે.વી.કાતરીયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કર્યું હતું. આ ઉપરાંત નિલેશ્વરીબા ગોહેલ, પ્રોટેક્શન અધિકારી તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ એ હાજર રહીને વિદ્યાર્થીનીઓને અને મહિલાઓ માટેની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી હતી.

આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાની દેખરેખ હેઠળ થયું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW