દ્વારકા જિલા પોલીસવડા નીતેશ પાંડેના નેતૃત્વમાં એલસીબી પીઆઈ, કેકે ગોહિલ અને પીએસઆઇ, ભાર્ગવ દેવમુરારી ટીમની પ્રસંશનીય કામગીરી
ગુજરાત રાજયમાં ચાલી રહેલા નશાબંધીના કારોબારને નસ્યત કરવાના પ્રયત્નના ભાગરૂપે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તરફથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં થઇ રહેલ નશાયુકત પીણાના વેપાર કરતા ઇસમો વિરૂધ્ધ કડકહાથે કાયદાકીય રીતેની કાર્યવાહી કરવા સબબે આપેલ માર્ગદર્શન અને સુચના આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલની રાહબરી હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી એ એલસીબી ટીમ સાથે ખંભાળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કો. સહદેવસિંહ નાથુભા જાડેજાની બાતમીના આધારે તા. ર૬/૭/ર૦ર૩ના રોજ રાત્રિના સમયે એક આઇસર નં. જીજે ૨૩ એટી ૪૮૯૧ માં ભરેલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત “કાલ મેઘાસવ ” નામની દવાનો આશરે ૪૦૦૦ નંગ બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ હતો. જેમાં ડ્રાઇવર પાસેથી મળી આવેલ બીલ ની હકિકત જોતા જેમાં અમુક હકિકત શંકા ઉપજાવનારી જણાઇ આવતા જે દવાના જથ્થાની આશરે કિ.રૂ. ૫,૯૬,૦૦૦/- તથા આઇસરની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ગણી કુલ ૮,૯૬,૦૦૦/-ની મતાનો મુદ્દામાલ સીઆરપીસી ૧૦૨ મુજબ હસ્તગત કરી ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ રજીસ્ટર કરવામાં આવેલ હતી.
આ જાણવા જોગની પ્રાથમિક તપાસ ખંભાળીયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એ.ડી.જાડેજા દ્વારા હાથ ધરી તપાસની કાર્યવાહી દરમ્યાન બીલમાં જણાવેલ હકિકત બાબતે સબંધિત સરકારી કચેરી ખાતે તપાસણી કરતા જેમાં જણાવેલ હકિકત તથા જીએસટી નંબર ખોટા હોવાનુ તથા નશાબંધી અને આબકારી વિભાગ તરફથી નિયમાનુસાર રીતે મેળવવાનુ થતુ એસ.એ.-૨ મુજબનુ પ્રમાણપત્ર અયોગ્ય હોવાનુ પ્રસ્થાપિત થતા જે આધારે પો.સ.ઇ. એ.ડી.જાડેજાનાએ પૂર્વયોજિત કાવતરૂ રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોવાનુ જણાઇ આવતા સબંધિત વિરૂધ્ધ તા. ૩/૮/૨૦૨૩ના રોજ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૩૦૯૯૭/૨૦૨૩ ઇપીકો કલમ ૧૨૦(બી), ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ તથા પ્રોહી એકટ કલમ ૬૭(એ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. જેની આગળની વધુ તપાસ ખંભાળીયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એન.એચ. જોશી ચલાવી રહેલ છે.
ગુનાના કામે પકડાયેલ મુખ્ય સુત્રધાર ભરતભાઇ નકુમની ઘનિષ્ટ પૂછપરછ દરમ્યાન તેઓ પોતે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલ પોતાના કબજા ભોગવટાની ફેક્ટરીમાં સદર આલ્કાહોલ યુકત પીણું તૈયાર કરતા હોવાની હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ તપાસ કરતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક કાલ મેધાસવ નામની દવાની આડમાં પોતે આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરવા માટેની મશીનરી, સે મટીરીયલ સહિતનો અન્ય ૪૦ થી ૫૦ જેટલી ચીજવસ્તુઓનો જથ્થો આશરે કિ.રુ. ૧૨,૧૬,૨૭૦/-ની મતાનો મુદ્દામાલ મળી આવતા જે તમામ તપાસની કાર્યવાહી દરમ્યાન કબજે કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને ૮૪૦ લિટર જેટલો ઇથેનોલ (આલ્કોહોલ) નો જથ્થો પણ મળી આવેલ છે.
નશાયુકત પીણું તૈયાર કરવામાં વપરાતા પદાર્થો- (આરોપીના જણાવ્યા મુજબ)
(૧) પાણી
(૨) ઇથેનોલ કેમીકલ (આલ્કોહોલ) (૩) સીટ્રીક એસીડ
(૪) સ્વીટનર (અસલફેમ પોટેશિયમ)
(૫) ફ્લેવર (ફુટ બિયર)
ગુનાહિત એમ.ઓ.-
– સેલ્ફ જનરેટેડ આલ્કોહાલ યુકત આયુર્વેદિક દવાની આડમાં તૈયાર કેમીકલ પદાર્થોનું મિશ્રણ કરી તેનું સ્થાનિક મશીનરી મારફતે બોટલીંગ કરી તેનુ સૌરાષ્ટ્ર, કચ્છ અમદાવાદ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રકારના બીલો બનાવી તેનુ માર્કેટીંગ વેચાણ કરી રહેલ હતા. નશાબંધી અધિનિયમની જોગવાઇ મુજબ ૧૨ ટકાથી ઓછી માત્રામાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત કોઇ પણ આયુર્વેદિક દવા હોય તો તેઓ વિરૂધ્ધ કોઇ કાયદાકીય જોગવાઇ મુજબ સબંધિત વિરૂધ્ધ કાર્યવાહી થઇ શકતી નથી, જેથી આ કામના આરોપીઓ આ પ્રકારની બોટલ ઉપર ૧૧ ટકાથી ઓછો આલ્કોહોલ સેલ્ફ જનરેટ થાય છે તે રીતેની પ્રિન્ટ છાપી પ્રથમથી ૧૦ ટકા લેખે ઇથેનોલ કેમીકલ (આલ્કોહોલ) ઉમેરતા હતા જેથી કરીને આ બોટલ એફ.એસ.એલમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવે તો તેમાં ૧૦ ટકા જેટલો જ આલ્કાહોલ જણાઇ શકે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) ભરતભાઇ ચનાભાઇ નકુમ રહે. વસ્ત્રાપુર અમદાવાદ (૨) ચિરાગભાઇ લીલાધરભાઇ થોભાણી રહે. બંગલાવાડી અમદાવાદ
(૩) રમેશભાઇ ભોપાભાઇ ખરગીયા રહે. અમદાવાદ
કુલ કબજે કરેલ મુદામાલઃ-
(૧) નશાયુકત પીણાની બોટલ નંગ- ૭૨૭૭ કી.રૂ. ૧૦,૮૪,૨૭૩૪-
(૨) ઇથાઇલ કેમીકલ ૮૪૦ લિટર કી.રૂ. ૮૪,૦૦૦/-
(૩) તૈયાર મિશ્રણ ૧૦૦૦ લિટર કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-
(૪) અન્ય રો મટીરીયલ જેવા કે કિ.રૂ. ૭૪,૭૬૦/-
(૫) ખાલી શીશી,ઢાંકણા, વજનકાંટો, મિક્ષ્ચર, અલગ અલગ પ્રકારના મીશન,ગેસના
બાટલા,લેપટોપ વિગેરે મળી કુલ રૂ. ૫,૮૯,૨૩૭/- (૬) આઇસર-૧ કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ ૨૧,૧૨,૨૦૦/-
કામગીરી કરનાર ટીમઃ-
(૧) પો.ઇન્સ. કે.કે.ગોહિલ એલસીબી દેવભૂમિ દ્વારકા. (૨) પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી એલસીબી દેવભૂમિ દ્વારકા. (૩) પો.સ.ઇ. એન.એચ.જોશી ખંભાળીયા પોલીસ સ્ટેશન (૪) પો.સ.ઇ. એ.બી.જાડેજા ખંભાળીયા પોલીસ સ્ટેશન (૫) એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા ખંભાળીયા પોલીસ સ્ટેશન (૬) એ.એસ.આઇ, પ્રવિણભાઇ ગોજીયા ખંભાળીયા પોલીસ સ્ટેશન (૭) એ.એસ.આઇ. દિપકભાઇ રાવલીયા ખંભાળીયા પોલીસ સ્ટેશન (૮) એ.એસ.આઇ, ખીમાભાઇ ખંભાળીયા પોલીસ સ્ટેશન (૯) એ.એસ.આઇ.વિપુલભાઇ ડાંગર એલસીબી દેવભૂમિ દ્વારકા, (૧૦) હેડ.કો. સહદેવસિંહ જાડેજા એલસીબી દેવભૂમિ દ્વારકા, (૧૧) હેડ કો. જેસલસિંહ જાડેજા એલસીબી દેવભૂમિ દ્વારકા. (૧૨) હેડ કો, કુલદિપસિહ જાડેજા એલસીબી દેવભૂમિ દ્વારકા તથા ખંભાળીયા ડી સ્ટાફ ટીમ
(અહેવાલ :: મયંક દેવમુરારી)