Sunday, February 2, 2025

વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી તમંચા સાથે એક શખ્સને પકડી પાડતી એસ.ઓ.જી.

Advertisement

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીaએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પોલીસ કોન્સ. ભાવેશભાઇ માવાભાઇ મિયાત્રાને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે ચેક્સવાળો શર્ટ તથા આછા બ્લુ કલરનુ જેન્સનુ પેન્ટ પહેરેલ છે અને તે વાંકાનેર નેશનલ હાઇવે સ્ટારપ્લાજા, ચંદ્રપુરના નાલા પાસે ઉભો છે અને તેના પેન્ટના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તેવી બાતમી હકીકત આધારે રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ ને હાધ બનાવટ વાળા તમંચા સહિત મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

→ પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-

કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાન

→ પકડાયેલ મુદામાલની વિગત :-

ગે.કા.દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-

સા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW