Thursday, January 23, 2025

રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

Advertisement

અડદના નહિં આ તો જારના લોટના અડદિયા છે

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે.

આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં તા ૧૧/૦૮/૨૦૨૩ના રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ 3 કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈ એ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ પીઓ ડી વી બાવરવા તેમજ ટંકારા ઘટક ના સિડીપીઓ ભાવનાબેન ચારોલા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW