Thursday, January 23, 2025

ટંકારા તાલુકાના સજનપર ગામની “શ્રી સજનપર પ્રા. શાળામાં” શાળા કક્ષાએ બાળમેળો તેમજ જીવનકૌશલ્ય મેળાની ઉજવણી કરાઈ

Advertisement

તા. 9 અને 10 ઓગસ્ટના રોજ સરકારની સૂચના મુજબ શાળામાં *”બાલમેળો અને લાઈફસ્કીલ મેળા”* નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધો. 1 થી 5 ના બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે રંગપુરણી, ચીટક કામ, માટી કામ, વિવિધ મોહરા બનાવવા,બાળવાર્તા વગેરેમા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ ધો. 6 થી 8 ના બાળકોએ જીવનકૌશલ્ય ને લાગતી પ્રવૃત્તિઓ જેવી કે ફ્યુઝ બાંધવા, ટાયર પંચર રિપેર કરવા,મહેંદી મુકવી, હેર સ્ટાઇલ, વેસ્ટમાંથી બેસ્ટ, મેદાન દોરવું વગેરેમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા અને સાથે જ SMC ના અધ્યક્ષ, શિક્ષણવીદ તેમજ વાલીઓ પણ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW