Monday, February 3, 2025

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ પર 77 માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી

Advertisement

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસ આઝાદીના રંગે રંગાઈ ગયા. “મેરી મિટ્ટી મેરા દેશ” ની થીમ પર સ્વતંત્રતા પર્વની જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન કાર્યક્રમોની ઉજવણીમાં સરહદ અને શહેરમાં પોતાની સેવા આપનાર ઝાંબાજ વીર જવાન એક્સ.આર્મીમેન શ્રી મજબૂતસિંહ ઝાલા, એક્સ.આર્મીમેન શ્રી નરેશભાઇ મારવાણીયા તથા શહેર ટ્રાફિક એ.એસ.આઈ. શ્રી દેવજીભાઇ બાવરવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.

ધ્વજવંદનની સાથે દરેક કેમ્પસમાં NCC ની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. દેશભકિતથી ઓતપ્રોત વાતાવરણમાં કે.જી.થી કોલેજ સુધીના વિધાર્થીઓ દ્વારા સમૂહગાન, લોકગીત, ડ્રામા, ડાન્સ, લેઝીમ, ડંબેલ્સ, તલવાર રાસ,વકતૃત્વ,પિરામિડ,સલાડ ડેકોરેશન, મહેંદી સ્પર્ધા, સ્ક્રેચ એન્ડ પેઈન્ટીંગ, ક્રાફ્ટ વર્ક, બેસ્ટ માંથી બેસ્ટ તથા ક્વિઝ એક મિનિટ, રમતગમત જેવાં કાર્યક્રમો થયા.

બધા કાર્યક્રમો સરકારની ગાઈડલાઇન મુજબ ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા એ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW