મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાનું સન્માન કરાયું
જિલ્લામા માહિતી કચેરીને પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજાનું સન્માન કરાયું
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટરના હસ્તે જિલ્લા માહિતી કચેરીની વિશિષ્ટ કામગીરી માટે જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા અને માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.
સરકારી યોજના હેઠળ જિલ્લામાં થયેલ કામગીરી તેમજ જિલ્લા વહીવટી તંત્રની હકારાત્મક પ્રચાર – પ્રસારની કામગીરી કરવામાં આવી છે. સાફલ્ય ગાથાઓ અને વિશેષ અહેવાલો થકી લોકોપયોગી સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હકારાત્મક કામગીરી પ્રજા સુધી પહોંચાડવાની કામગીરી તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન સતત ફિલ્ડમાં રહી સાચી પરિસ્થિતિ લોકો સુધી પહોંચે તે માટે પણ વહીવટી તંત્રના સાથે સંકલનમાં હકારાત્મક ભૂમિકા ભજવવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.