માળિયા (મી) તાલુકાનું એક એવું મીઠાનું એકમ જ્યાં સ્વતંત્ર અને ગણતંત્ર દિવસની ઉજવણી ધ્વજવંદન કરી ઉજવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિતે દેવ સોલ્ટ ના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા દ્વારા શોલ્ટ એકમ ના પટાંગણ માં ધ્વજવંદન કરાયું, જેમાં કંપનીના કર્મચારીઓ સહભાગી બન્યા હતા.
હમેશા સેવાકીય પ્રવૃતિઓ માટે તત્પર રેહતા એવા દેવ સોલ્ટ દ્વારા આ વર્ષે સ્વતંત્ર દિવસ નિમિતે માળિયા તાલુકના વિવિધ ગામોની શાળામાં ૩૫૦૦ જેટલા વિધાર્થીઓને કમ્પાસબોક્ષ અને ચોકલેટનું વિતરણ કરાયું હતું. આ વિતરણમાં દરમિયાન કંપનીના અધિકાર વિવેક ધ્રુણા, રમજાન જેડા, અમિત સવસેટા અને રાજેશ પરમાર હાજર રહ્યા હતા.