Friday, January 24, 2025

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મોરબીની પી જી પટેલ કોલેજમાં દેશભક્તિ થીમ પર ક્લાસ રૂમ ડેકોરેશન સ્પર્ધા તથા ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ

Advertisement

તારીખ 15 ઓગસ્ટના રોજ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશભક્તિ ની થીમ ઉપર ક્લાસરૂમ ડેકોરેશનની સ્પર્ધા યોજાઈ હતી તેમાં પી.જી.પટેલ કોલેજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમ અંતર્ગત દરેક ક્લાસરૂમમાં અલગ અલગ થીમ પર પોતાના વર્ગખંડનું સુશોભન કર્યું હતું જેમાં ભારત અને તેની ઉપલબ્ધિઓ, દેશના વીર શહીદો, સ્વતંત્રતામાં સ્ત્રી સેનાનીઓનો ફાળો, બેટી બચાવો બેટી પઢાઓ, દેશના અમર શહીદો, ભારતનુ વિશ્વ ગુરુ બનવા તરફનું પ્રયાણ વગેરે જેવા ટોપીક ઉપર અલગ અલગ વર્ગખંડોનું સુશોભન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં ડેકોરેશન માટે તમામ ક્લાસરૂમ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી આ સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આચાર્ય ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW