શરણાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી કરવા માં આવશે.
તાજેતર માં પાકીસ્તાન થી હરીદ્વાર ના વિઝા લઈ ભારત આવેલ હિન્દુઓ મોરબી મુકામે આવી પહોંચ્યા છે ત્યારે તે લોકો માટે તંત્ર સાથે સંકલન સાધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર તરફથી કરવામાં આવશે તેમ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા સી.ડી.રામાવતે જણાવ્યુ છે. વધુ માં મોરબી જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ એ શરણાર્થીઓ માટે જરૂર પડ્યે મોરબી જલારામ મંદિર ખાતે રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યુ છે.
આ ભગીરથ કાર્ય માં ગીરીશભાઈ ઘેલાણી, સુરેશભાઈ સિહોરીયા, સી.ડી.રામાવત, ચિરાગ રાચ્છ, હિતેશ જાની સહીત ના અગ્રણીઓ જોડાયા હતા.