પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને વેગ આપવા તથા સારા વાતાવરણમાં બાળકો અભ્યાસ કરી શકે એ માટે વિવિધ શાળાના નવા મકાન બનાવવાની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત સફળ રહી છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત, ₹ 2.94 કરોડના ખર્ચે, માળિયા તાલુકામાં, 5 ઓરડા સાથે, નાનીબરાર પ્રા. શાળા, 6 નવા ઓરડા સાથે માળીયા કન્યાશાળા, 2 ઓરડા સાથે ભોળીપાટ વાંઢ શાળા એમ 13 તથા મોરબી તાલુકામાં 5 ઓરડા સાથે મચ્છુ માઁ નગર એમ કુલ 18 ઓરડા મંજૂર થયા છે અને લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન હલ થયો છે શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ નવા મકાનમાં બેસતા થઈ જશે તેમ એક યાદીમાં જણાવાયું હતું