મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર), સિંધોઇ માતાજીના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા ખાનગીરાહે મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટરએ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર), સિંધોઇ માતાજીના મંદિર પાસે, જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા સાત ઇસમો છગનભાઇ જીવાભાઇ દેત્રોજા ઉ.વ.૬૦, વલ્લભભાઇ હિરજીભાઇ દેત્રોજા ઉ.વ.૫૮, મનસુખભાઇ નરભેરામભાઇ દારોદરા ઉ.વ.૩૯, પ્રવિણભાઇ નાથાભાઇ જંજવાડીયા ઉ.વ.૪૨, હેમુભાઇ મોહનભાઇ અઘારા ઉ.વ.૫૦, અનુલાલ ગાંડુભાઇ અઘારા ઉ.વ. ૬૩, મનુભાઇ નરભેરામભાઇ દારોદરા, ઉ.વ.૫૨, રહે બધાં નવાગામ, (લગધીરનગર), તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૩૧,૦૫૦- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.