Saturday, February 1, 2025

મોરબી માં રવિવારે ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

Advertisement

સાથે પારિવારિક સ્નેહમિલન નું આયોજન કરાયું

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ ને સાથે પારિવારિક સ્નેહમિલન નું આયોજન તા ૨૭ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે સિધ્ધિ વિનાયક વાળી સરદાર બાગ સામે પેટ્રોલપંપ વાળી શેરી ખાતે યોજાશે. જેમાં સંતો,મહંતો મોરબી સહિત સૌરાષ્ટ્ર ગુજરાત ના ગોસ્વામી સમાજ ના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારોહ માં બપોરે ૧૨:૩૦ કલાકે સમુહભોજન નું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારોહ ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી, મંત્રી નિતેશગીરી,પૂર્વ પ્રમુખ અમીતગીરી ગુણવંતગીરી, સહિત યુવક મંડળ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW