Friday, March 14, 2025

મોરબી દ્વારા “મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે ઉજવાયો “નેશનલ સ્પોર્ટસ ડે”

Advertisement

આજે ૨૯-૦૮-૨૦૨૩ એટલે નેશનલ સ્પોર્ટસ ડે. આ દિવસને મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ના દિવસે ઉજવવામાં આવે છે. જે અન્વયે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી શ્રી નવજીવન વિધાલય ડી.એલ.એસ.એસ. અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (DLSS) ખાતે કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ સારૂ પ્રદર્શન કરેલ ખેલાડીઓને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી ૩૧-૦૮-૨૦૨૩ ના રોજ લેબનન ખાતે એશિયાઈ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી રવિકુમાર ચૌહાણ, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડી.જી.ચુડાસમા, શાળાના ટ્રસ્ટી ડી.બી.પાડલિયા, હાર્દિકભાઈ પાડલિયા, બ્રિજેશભાઈ ઝાલરીયા, તેમજ વિવિધ રમતના કોચશ્રી, ટ્રેનર અને વ્યાયામ શિક્ષક અને બહોળી સંખ્યામાં ખેલાડીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW