મોરબી સર્કીટ હાઉસની પાછળ આશાપાર્ક પાસે આવતા જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સર્કીટ હાઉસની પાછળ આશાપાર્ક પાસે આવતા જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો પ્રવિણસિંહ હરુભા વાઘેલા ઉ.વ.૫૮ રહે. મહારાણા પ્રતાપ સો.સા. બ્લોક નં.૧૧ મોરબી-૨, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા ઉ.વ.૫૬ રહે.અરુણોદય નગર બ્લોકનં.૧૫૯ મોરબી, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત ઉ.વ.૪૬ રહે. બજાર લાઇન નહેરુ ગેઇટ મોરબી, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી ઉ.વ.૫૧ રહે. આશાપાર્ક સો.સા. મોરબી-૨, વિપુલભાઇ પરસોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.દરબાર ગઢ નાગનાથ શેરી મોરબી, દાનુભા નટુભા ઝાલા ઉ.વ.૫૦ રહે. આશાપાર્ક પ્લોટનં.૪૬ મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧૬,૬૬૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.