બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા ૮ શખ્સોને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ
મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા માટે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. એ સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર તથા એલ.સી.બી. નો સ્ટાફ ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. તે દરમિયાન પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજા,દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મયુરભાઇ કેશવજીભાઇ પટેલ રહે. મોરબી વાળો જેતપર રોડ, બેલા (રંગપર) ગામ ની સીમમાં આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઇમ્પેલર કવાર્ટ્સ એલ.એલ.પી.કારખાનાના લોડીંગ પોઇન્ટની ઉપર આવેલ પેનલ ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત અન્વયે રેઇડ કરતા ફુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ- ૫૨ તથા રોકડા રૂ.૩,૫૨,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧.મયુરભાઇ કેશવજીભાઇ પટેલ ઉ.વ. ૩૧ રહે. વેલકમ પ્રાઇડ રવાપર ઘુનડારોડ, મોરબી,
ર. કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ ઉ.વ. ૩૮ રહે. વૈભવનગર, શનાળા બાયપાસરોડ મોરબી
૩. પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ ઉ.વ. ૪ર રહે. અવનીચોકડી, શ્યામપાર્ક, મોરબી
૪.હિતેષભાઇ નરભેરામભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે, દિવ્યજીવન સોસાયટી, મોરબી
૫. નિલેશભાઇ મહાદેવભાઇ પટેલ ઉ.વ. ૩૮ વિવેકાનંદ નગર, નિલકંઠ સ્કૂલ સામે, મોરબી
૬. અંકુરભાઇ ગણેશભાઇ પટેલ ઉ.વ.૩૮રહે.શ્યામપાર્ક,કેનાલરોડ, મોરબી,
૭. અલ્પેશભાઇ ડાયાભાઇ પટેલ ઉ.વ. ૪૩ રહે. ખોડીયારપાર્ક આલાપરોડ, મોરબી
૮. શૈલેષભાઇ મનજીભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબી