Friday, January 10, 2025

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૦,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ

વાંકાનેર તાલુકાના પો.સ્ટે.માં સબ ઇન્સ.બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાઇટ રાઉન્ડ દરમ્યાન પોલીસ કોન્સ. સંજયસિંહ જાડેજાને મળેલ હકીકતના આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જયદેવ ચોકમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ.૧૦,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) મુકેશભાઇ રઘાભાઇ કોબીયા ઉવ.૪૪ (ર) મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા ઉવ.૪૭ (૩) વિજયભાઇ રાજુભાઇ કોબીયા ઉવ.ર૮ (૪) શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા ઉવ.૩૦ (૫) સાગરભાઇ શામજીભાઇ મકવાણા ઉવ.ર૩ (૬) આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા ઉવ.૪૦ (૭) સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયા ઉવ.ર૯ રહે.બધા કોઠારીયા ગામ તા.વાંકાનેર જી.મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW