આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ભકિતમય અને ધમાકેદાર ઉજવણી. દરેક જગ્યાએ મટકી ફોડ, ગોપુરમ, રસાગરબા ની રમઝટ સાથે વિવિધ કાર્યક્રમો થયા. જુદી જુદી જગ્યાએ પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા સાહેબ, ક્રિશ્ન કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસવાડીયાએ હાજરી આપી, તથા આરતીનો લાભ લીધો. બાળકોની જુદી જુદી વેશભૂષા એ બધાના મનમોહી લીધા તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કાનુડાની બુલેટ એન્ટ્રીએ આકર્ષણનું કેન્દ્ર બન્યા. અબીલ ગુલાલની છોળો તથા પાણીની બોછારે રંગોત્સવ સર્જ્યો. ડી.જે. ના તાલે કાનુડાના રાસ ગરબામાં બાળકો મન મૂકી ને નાચ્યા અને વાતાવરણ ને ભકિતમય બનાવ્યું. કાર્યક્રમની પૂર્ણાહુતિમાં બધા પ્રસાદ લઈ છૂટા પડ્યા અને એક બીજાને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી.
કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના દરેક કેમ્પસ ના પ્રિન્સીપાલ તથા સ્ટાફે જાહેતમત ઉઠાવી હતી.