ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર રાહુલ કોટડીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા અને તેના નેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો. સંજય જીવાણી, સુરેશ ભાઈ જાવિયા, લાલજી ભાઈ વિડજા,હિતેશ ભાઈ, દિનેશભાઈ, કોમલબેન, ધર્મિષ્ઠાબેન, ભાગ લીધેલ હતો જિલ્લા કક્ષા એ થી સુપરવાઇજર તરીકે સૈલેશ ભાઈ, અને દિવ્યેશ ભાઈ હજાર રહ્યા હતા