Thursday, January 9, 2025

ખોવાય ગયેલ ૬૬ મોબાઈલ ફોન શોધી નાગરીકોને પરત આપતી મોરબી એલ.સી.બી. તથા તાલુકા પોલીસ

Advertisement

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી એ મોરબીના રહીશોના કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ એલ.સી.બી.ને જરૂરી સુચના આપતા તેમના માર્ગદર્શન હેઠળ ડી.એમ.ઢોલ એલ.સી.બી. કે.એ.વાળા પોલીસ ઇન્સ તથા , એ.ડી.જાડેજા પો.સ.ઇ. ટેકનીકલ સેલ એ પ્રજાજનોના કિંમતી મોબાઇલફોન કે જે ચાલુ વાહન પડી ગયેલ, પબ્લીક ટ્રાન્સપોટેશનમાં ભુલાઇ ગયેલ હોય કે કોઇ ચિજ વસ્તુની ખરીદી કરતી વખતે દુકાન, લારી ખાતે ભુલી ગયેલ હોય તેવા મોબાઇલફોન પરત મળવા સારૂ અરજદાર દ્વારા અરજી કરેલ હોય જે અરજી ઉપર મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફના દ્વારા પુરતુ ધ્યાન આપી ટેકનીક માધ્યમ તથા ફિલ્ડવર્ક કરી આ કામગીરીને સફળ બનાવી મોરબીની જનતાના અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ જેમાં મોરબીતાલુકા પોલીસ દ્વારા ૨૪ ન મોબાઇલ ફોન કિ.રૂ. ૩,૬૦,૦૦૦/- તથા મોરબી એલ.સી.બી. દ્વારા ૪ર નંગ મોબાઇલ ફોન કિ.રૂ. ૬,૯૫,૦૪૧/- ના મળી કુલ ૬૬ નંગ મોબાઇલફોન જેની કુલ કિ.રૂ. ૧૦,૫૫,૦૪૧/- ની કિમતની મિલ્કત જે તે મોબાઇલ ફોન ધારકને પરત આપી મોરબીના રહીશોના કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવાની ઉમદા કામગીરી કરી મોરબી પોલીસ દ્વારા “ સેવા સુરક્ષા શાંતિ ” ના સુત્રને સાર્થક કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW