Friday, January 10, 2025

“પ્રાકૃતિક અને પર્યાવરણ સંરક્ષણ”-એક દિવસીય કેમ્પની ઉજવણીગત

Advertisement

ગત તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ વન વિભાગ હસ્તકની રાતકડી નર્સરી ખાતે પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, જૂ.કૃ.યુ., હળવદ અને સામાજીક વનીકરણ વિભાગ-હળવદના સંયુક્ત ઉપક્રમે “પ્રાકૃતિક અને પર્યાવરણ સંરક્ષણ“થીમ આધારિત એક દિવસીય કેમ્પનું આયોજનકરવામાં આવેલ હતું. જેમાં પોલીટેકનીક ના આચાર્ય ડો.એ.વી.ખાનપરા, રેંજ ફોરેસ્ટ્ ઓફિસર, હળવદ કુ. મનીષાબેન જાંબુચા, તેમજ પોલીટેકનીક અને વનવિભાગ, હળવદના સ્ટાફગણો અને કુલ ૫૫ જેટલા વિધાર્થીઓ/વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. સદર કેમ્પ દરમિયાન પર્યાવરણના મુખ્ય ઘટકો અને તેની જાળવણી, પર્યાવરણ સંરક્ષણની આવનારી પેઢી ઉપર થતી સકારાત્મક અસરો અઇકો ફ્રેન્ડ્સી લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ્જેવા મુખ્ય મુદ્દાઓ ઉપર વિવિધ વ્યાખ્યાન અને ડિબેટ કરવામાં આવેલ. તેમજ વિધાર્થીઓને નર્સરીના વિવિધ ઔષધીય અને વનીય છોડો વિષે વિસ્તૃત માહિતી વનવિભાગના સ્ટાફ દ્વારા આપવામાં આવેલ. અંતમાં સૌએ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એવી પ્રતિજ્ઞા લીધી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW