રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (રેલ્વે પોલીસ – મોરબી) દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમીનાર માં રેલ્વે પોલીસ અધિકારીઓ દ્વારા, સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ની મુલાકાત લેવામાં આવી હતી અને એમાં અભ્યાસ કરતા બાળકોને ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.*
પી.એસ.આઇ. અજયકુમાર ગોવિલ તથા એમના સ્ટાફ દ્વારા, બાળકોને રેલ્વે પ્રવાસ દરમિયાન, અજાણ્યા વ્યક્તિથી પોતાની જાતને કેવી રીતે બચાવવું, કોઈપણ અજાણી વ્યક્તિને પોતાની માહિતી ન આપવી, એમની પાસેથી કોઈપણ વસ્તુ ન લેવી, તે ઉપરાંત રેલ્વે પ્રવાસ દરમિયાન કોઈપણ મુશ્કેલી ઊભી થતા રેલ્વે પોલીસનો સંપર્ક કરી શકે તે માટે ઈમરજન્સી નંબર ની પણ માહિતી આપી.*
*સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ,આ “જાગૃતિ અભિયાન” માટે આરપીએફ (રેલ્વે પોલીસનો) નો આભાર વ્યક્ત કરે છે