Thursday, January 9, 2025

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો.ઓ.ક્રે.લી સોસાયટીની 51 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Advertisement

હળવદ ખાતે આવેલ શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો.ઓ.ક્રે. સોસાયટી.લી.ની 51 મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ તરીકે માનસર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય વિમલભાઈ પટેલની વરણી કરવામાં આવી.ત્યારબાદ મંડળી દ્વારા નિવૃત્ત શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. પછી ચાલુ વર્ષે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મળેલું એવા વિમલભાઈ પટેલનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી. ત્યાર પછી મંડળીના મંત્રી જલારામભાઈ વામજા દ્વારા વર્ષ 2022-23 ના વાર્ષિક હિસાબો તથા અહેવાલ વાચી સંભળાવી નફાની વહેંચણી, જનરલ સભાનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યા. વર્ષ-2023-24 ના વર્ષ માટે આંતરિક ઓડિટર તરીકે અલ્પેશભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી. વર્ષ 2023-24 ના વર્ષની નવી કારોબારી રચનાની સમીક્ષા કરવામાં આવી. ત્યાર બાદ મંડળીના પ્રમુખ નટવરભાઈ પટેલ દ્વારા મંડળીના નવા નિયમો અને પેટા નિયમો અંગે સુધારો અને અમલ કરાવવામાં આવ્યો. પ્રમુખની મંજૂરીથી જે જે કામો થાય છે તેનો નિકાલ કરવામાં આવ્યો અને છેલ્લે મંડળીના ઉપપ્રમુખ જાડેજા સાહેબ દ્વારા વાર્ષિક સાધારણસભાની આભારવિધિ કરી મહાદેવજીનો જયધોષ સાથે મહાદેવજીના સાનિધ્યમાં સૌ સભાસદો પ્રસાદ લઈ છૂટા પડ્યા.તેમ મંડળીના કારોબારી હરમીત પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW