Sunday, February 2, 2025

હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા એચ.આઇ.સોમાણીના સૌજન્યથી વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરાઇ

Advertisement

*વરિષ્ઠ નાગરિકનું સુખ એટલે દુઃખની બાદબાકી..*

વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપીને વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી

દુનિયાભરના વૃદ્ધો પ્રત્યે થથા દુર્વ્યવહાર અને અન્યાયને રોકવા માટે આ દિવસ વિશ્વભરમાં દર વર્ષે 1991થી આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વૃદ્ધો માટેની રાષ્ટ્રીય હેલ્પલાઇન ૧૪૫૬૭ નું સંચાલન કરતી સંસ્થા હેલ્પ એજ ઇન્ડિયા તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ પ્રોજેક્ટના દાતાશ્રી એચ.આઇ.સોમાણી દ્વારા મોરબી ખાતેના શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિક દિવસ નિમિતે મુખ્ય મહેમાન મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એચ.લગ્ધિરકા એ વૃદ્ધ દિવસ નિમિતે વરિષ્ઠ નાગરિકોના જીવન સુખી અને નિરોગી બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે એલ્ડરલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ અંગેની શુભેચ્છા સાથે મહત્વ સમજાવેલ. ત્યારબાદ જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા વિભાગ કો-ઓર્ડિનેટર રંજન મકવાણા દ્વારા વૃદ્ધોને તેમના જીવનઉપયોગી માહિતી આપી હતી. ત્યારબાદ સુષ્માબેન પટ્ટની દ્વારા આશ્રમમાં વડીલોની વિવિધ પ્રકારે સંભાળ રાખવામાં આવે છે તેની જાણકારી આપી હતી. ત્યારબાદ સેજલ પટેલ દ્વારા મહિમા અભ્યમ ૧૮૧ દ્વારા મહિલા વરિષ્ઠ નાગરિક ને કેવા પ્રકારે મદદ કરવામાં આવે વગેરે જેવી માહિતી આપી પ્રોગ્રામ ના અંતે ડોક્ટર સ્વેતા અઘારા દ્વારા હેલ્થ અંગે આપવામાં આવતી મદદ અંગે ની માહિતી આપી હતી.

આશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપી અને આરોગ્ય તપાસ કરી વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ૧૮૧ના મહિલા કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર, પ્રદીપભાઈ, મોબાઈલ હેલ્થ યુનિટના હર્ષદભાઈ, મોબાઈલ હેલથકેર યુનિટ મોરબીના એસ.પી. ઑ દિવાળી સોલંકી, એમ.એચ. યુ. ડો. સ્વેતા અઘારા, એમ.એચ. યુ. ફાર્માસિસ્ટ સજનીબેન તેમજ આશ્રમના વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યાં હતાં.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW