મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં મંગળવાર ના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસ ઉજવાશે જેના અનુસંધાને પોસ્ટ ઓફિસના વિવિધ ખાતા ખોલવા માટે નાં મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે
હાલ ભારતમાં તા-૯/૧૦/૨૩ થી ૧૩/૧૦ /૨૩ સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી નાં ભાગ રૂપે આવતી કાલે તા ૧૦/૧૦/૨૩ નાં મંગળવારના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસ ની ઉજવણી મોરબી મેઈન પોસ્ટ ઓફિસ માં ઉજવવા નું નક્કી કરવામાં આવ્યું છે જેમાં પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતા.સુકન્યા નાં ખાતા મહિલા સન્માન બચત પત્ર ppf નાં ખાતા તેમજ પોસ્ટ ઓફિસ ની વિવિધ યોજનાઓ નાં ખાતા ખોલવા માટે ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પ માં ગ્રાહકો ને ફોર્મ પણ ભરી આપવા ની વ્યવસ્થા કરવામાં આવી છે તો આવતી કાલે મોરબી ની જાહેર જનતા ને આ કેમ્પ નો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબી એમડીજી ના પોસ્ટમાસ્તર પરાગ ભાઈ વસંત ની યાદી માં જણાવવા માં આવેલ છે