Saturday, January 11, 2025

ટંકારા: સજનપર પ્રા.શાળા જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં કૃતિ રજૂ કરાઈ

Advertisement

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજિત જીલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માં સજનપર પ્રા. શાળા ના ઇનોવેટિવ શિક્ષક કાસુન્દ્રા ચંદુલાલ જસમતભાઈ દ્વારા નવતર પ્રયોગ તરીકે મધ્યાહન ભોજનની સુચારૂ વ્યવસ્થા વિષયની એક અલગ જ કૃતિ રજુ કરવામાં આવી.
શાળાના બાળકો મધ્યાહન ભોજન જમવા માટે ડિશ ન હોવાથી જમતા ન હતા આ બાબત ધ્યાનમાં આવતા જ શાળાના શિક્ષક કાસુન્દ્રા ચંદુલાલ જે. એ આ સમસ્યા દૂર કરવાનો ઉપાય ત્વરિત વિચારી તેને અમલમાં મુક્યો જેમાં શાળાના તમામ બાળકોને શાળામાંથી ડિશ મળે તે માટે શાળાના લોગો વાળી ડિશ લાવી તેની યોગ્ય વ્યવસ્થા માટે બજારમાં મળતા સ્ટીલના મોંઘા ઘોડાને બદલે પોતાની જાતે જ શાળાના શિક્ષકની મદદથી PVC પાઈપનો ઉપયોગ કરી *”ઇકો ફ્રેન્ડલી અને સસ્તો ડિશનો ઘોડો”* બનાવવામાં આવ્યો તેમજ દરેક ડિશમાં અને ઘોડામાં વિદ્યાર્થીઓના ધોરણ અને રોલ નંબર લખવામાં આવ્યા જેથી બધા બાળકો સુચારૂ રીતે તેનો ઉપયોગ કરી શકે.
આ નવતર પ્રાયોગ માટે સમગ્ર સ્ટાફ તેમજ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW