મોરબીમાં ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનના પ્રારંભ રૂપે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનનો આજરોજ સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી ખાતે આવેલા નજરબાગ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલ્વે સ્ટેશન ખાતે પાછળના વિસ્તારમાં ઉગી નીકળેલા જાડી જાંખરા તેમજ કચરાને દુર કરવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ પ્રવૃતિમાં રેલવે સ્ટેશન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભડિયાદ ગ્રામ પંચાયત વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.