*મોરબીના પૂર્વ બીઆરસી શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશ વડસોલા દિલ્હી ખાતે સમગ્ર દેશમાંથી આવેલ 132 શિક્ષણવિદો સાથે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે*
*NCERT ન્યુ દિલ્હી ખાતે આગામી 19 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર-2023 સુધી માસ્ટર ટ્રેનર ટ્રેનિંગ પ્રાપ્ત કરશે*
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે 5 મી સપ્ટેમ્બર – 2022 ના રોજ સરકારી શાળાની કાયા પલટ કરવા *પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા-પીએમશ્રી* પ્રોજેક્ટનો વિચાર રજૂ કરી સપનાની શાળા વિશે વાત કરી હતી.આ પ્રોજેક્ટ અંતર્ગત દેશની 14500 શાળાઓ પૈકી ગુજરાતની 274 શાળા પૈકી મોરબી જિલ્લાની 500 શાળા પૈકી મોરબીની માધાપરવાડી કન્યા શાળા, બાજીરાજબા કન્યા શાળા, હલવદની રણમલપુર, વાંકાનેરની વરડૂસર, ટંકારાની સજ્જનપર વગેરે શાળાની પસંદગી કરવામાં આવી છે જેના ભાગરૂપે શાળામાં પ્રોજેક્ટર સ્માર્ટ બોર્ડ સાથેના સ્માર્ટ કલાસરૂમ, કમ્પ્યુટર સાથે કમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા,અનેક પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે, હવે પછી શાળામાં નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ થશે,આ સ્કૂલમાં વધુને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ તેમજ સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ આપતું શૈક્ષણિક ધામ બનાવશે.આ શાળાઓના વિદ્યાર્થીઓને તમામ પ્રકારની ઇન્ડોર,આઉટડોર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એવું સર્વગ્રાહી શિક્ષણ આપવામાં આવશે.આ PMSHRI શાળામાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત વપરાશ માટે પણ અનેકવિધ શૈક્ષણિક સાધન સામગ્રી પુરી પાડવામાં આવશે,શાળામાં ઘટતા વર્ગખંડો સ્વચ્છતા સંકુલ વગેરે સુવિધાઓ ઉભી કરવા આવશે,PMSHRI યોજનામાં સમાવેશ કરવામાં આવેલ શાળાઓના આચાર્યો શિક્ષકોને શૈક્ષણિક રીતે સજજ કરવા આગામી દિવસોમાં તાલીમ આપવા માટે 54 વર્ષની ઉંમરે પણ 34 વર્ષના યુવાન જેવું કામ કરતા અને કોઈપણ શૈક્ષણિક સામાજિક, રાજકીય કાર્યક્રમોમાં જેમનું યોગદાન અને ઉપસ્થિતિ હોય જ એવા મોરબી જિલ્લાના પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,પૂર્વ બીઆરસી કો.ઓર્ડીનેટર, શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને માધાપરવાડી કન્યા શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાની મોરબી જિલ્લા PMSHRI સ્કૂલના માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી થતા આગામી તારીખ 19 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર – 2023 સુધી NCERT ન્યુ દિલ્હી ખાતે તાલીમમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ 132 જેટલા શિક્ષણવિદો સાથે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.