કોણ છે આ માલેતુજારના દીકરા શું સરકારી પાવર હોય તો કાળા કાચ લગાવી શકાય મોરબી હાઈવે પર કાળા કાચવાળી કારોમાં ગેરકાયદેસર ધંધા કે હેરફેર થાય છે ચર્ચા એ જોર પકડ્યું
મોરબી માળીયા હાઈવે પર સરકારી નોકરનોના નબીરા બન્યા બેફામ મોંઘીદાટ કારની સીટ પર બેસતા જ હાઈવેને પોતાના બાપનો બગીચો સમજીને કાર ચલાવી નાના વાહન ચાલક તો ઠીક એક પત્રકાર દરજ્જાના નામી પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી હાઈવે પર બેફામ બન્યા હતા જોકે આ નબીરો મોરબીના કોઈ સરકારી નોકરનો નબીરા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે જોકે પુરપાટ ઝડપે કાળા કાચ ધરાવતી કાર ચલાવી નાસી છૂટતા મોરબી માળીયા હાઈવે પર કાળા જાદુમાં કાળા કામ થતા હોવાની ચર્ચા જાગી છે તાજેતરમાં જેતપર રોડ પર એક કારમાં ઈંગ્લિશ દારૂ ઝડપી જેતે સરકારી નોકરે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવા તાલ સાથે ખીસ્સા ગરમ કરી એવો જાદુ ચલાવ્યો કે સબ ગાયબ હો ગયા જેવી ચર્ચા જાગી છે જેથી મોરબી શહેર હોય કે હાઈવે કાળા કાચમાં કાળા કામ થતા હોય તે વાતની ચર્ચામાં દમ છે આમ તો પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે જે આપણે મોટા ભાગે શહેરમાં જોતા હોય છે પણ અનેક એવા નબીરાઓ છે જે પોતાના પાસે લાખેણી કાર આવી જાય એટલે પોતાને કાયદાથી મહાન સમજવા લાગે છે થોડા મહિના પહેલા અમદાવાદમાં એક કાર ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી નવ નવ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા પણ હજુ અમુક માલેતુજારના દીકરાને જાણે કાયદાનો ડર ના હોય તેમ કાર ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને ચલાવતા હોય છે જે મોરબી માળીયા હાઇવે ઉપર પત્રકાર પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન એક આવી જ લાખેણી કાર ચાલક પોતાને સર્વોપરી સમજતો હોય તેમ પત્રકારના બાઈકની આગળ કાર કરી અને તોછડી ભાષાનો ઉપયોગ કરી બબડી રહ્યો હતો જે કારમાં કાળી ફિલ્મ (કાળા કાચ) હોય અને નંબર પ્લેટ પણ આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય ગેરકાયદેસર ગોરખધંધા માટે આવી કાર હાઈવે પર દોડતા તરેહ તરેહની ચર્ચા જાગી છે નવાઈની વાત તો એ છે કે આ કાર મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર દોડી રહી હતી જ્યાં ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ કેમેરા આવી કાર કેદ કેમ કરી નથી શકતા તે ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે