‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં બરવાળા, ગારીડા, નેસડા (ખા), સુખપર સહિતના ગામડાઓમાં તળાવના કાંઠે અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનના અનવ્યે મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ સફાઈ કાર્યક્રમોના ભાગરૂપે બરવાળા, ગારીડા, નેસડા (ખા), સુખપર સહિતના ગામડાઓમાં ગ્રામજનોએ ગામમાં આવેલા તળાવ કાંઠા, તળાવની પાળ, ઘાટ તેમજ અને આપસાસ વિસ્તારમાં સ્વૈચ્છિક સાફ સફાઈ કરી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરી હતી.