આપણે હાલ સૌ નવ નવરાત્રી માણી રહ્યા છીએ માતાજીની પૂજા ,આરાધના, અર્ચના કરી રહ્યા છીએ અને સાથો-સાથ ગરબે જુમી રહ્યા છીએ .હિન્દુ શાસ્ત્ર મુજબ સૌથી લાંબો ચાલતો તહેવાર હોય તો તે નવરાત્રી છે. નવ દિવસ પૂરા થયા પછી દશેરા આવે છે ,જેમાં અલગ- અલગ રાજ્યમાં અલગ -અલગ નામથી ઓળખવામાં આવે છે. દશેરા કે વિજયા દશમી જેની પાછળ બે સંદર્ભ વધુ મહત્વ ધરાવે છે. રામ ભગવાનની રાવણ ઉપરની જીત અને મા દુર્ગા એ મહિસાસુર નામના અસુરનો વધ કર્યો હતો એટલે કે *બુરાઈ* પર *સચ્ચાઈની* જીત તરીકે ઉજવવામાં આવે છે.
આપણે દર વર્ષે રાવણ દહન તો કરીએ છીએ, પરંતુ શું આપણે ક્યારે આપણી અંદરના રાવણનું દહન કર્યું છે?
આપણી અંદરના રાવણ એટલે કે આપણા મગજમાં રહેલી નકારાત્મકતા વાતો કે વિચાર, ઈર્ષા ,ક્રોધ ,લોભ ,ગુસ્સો, અદેખાય, ખરાબ વૃતિ વગેરે -વગેરે .આપણે દરેક માણસ છીએ અને આપણામાં અલગ અલગ ભાવો કે લાગણીઓ રહેલી હોય છે .ક્યારેક એ ભાવો કે લાગણીઓ આપણે કોઈક માટે નકારાત્મક રીતે દર્શાવતા અથવા અનુભવતા હોઈએ છીએ. આપણી અંદર રહેલી નકારાત્મક લાગણીઓ ખતમ કરીશું ત્યારે સાચા અર્થમાં આપણે રાવણને માર્યો કહેવાશે અને ખરા અર્થમાં રામરાજ્ય બનશે અને સચ્ચાઈની બુરાઈ પર જીત થશે.
કોઈવાર પરિસ્થિતિ અથવા વ્યક્તિને આધીન આપણે નકારાત્મક લાગણીઓ દર્શાવીએ છીએ. ક્યારેક માનવ સ્વભાવગત ઈર્ષા ,દ્રેષ, ગુસ્સો, અદેખાઈ કરતા હોઈએ છીએ, પરંતુ આ માનવ સ્વભાવગત એક આદત બની જાય છે અને એક વિકરાળ રાવણ અથવા મહિસાસુરનું રૂપ લઈ ઘમંડમાં પરિવર્તિત થાય છે, જેનાથી આપણે આપણી જાત અને સમાજને નુકસાન કરીએ છીએ. રાવણ દહન એ માત્ર એક સામાજિક અને સાંસ્કૃતિક ક્રિયા બનીને રહી ગઈ છે. કમનસીબીએ આપણે અંદરના રાવણને કોઈ મારવાના પ્રયત્ન નથી કરતું.
હા ,બોલવું કે લખવું સહેલું છે પરંતુ કરવું અઘરું હોઈ શકે, પરંતુ આ અંદર રહેલા રાવણના દહનથી આપણે આપણું જીવન સમૃદ્ધ, શાંત અને આનંદિત બનાવી શકીએ છીએ ,તેથી બીજા કોઈ માટે નહીં પરંતુ આપણા જીવનના અકલ્પનીય આનંદ અને શાંતિ માટે નકારાત્મક ભાવના અને લાગણીઓ નાશ કરી એક પ્રેમાળ, નમ્ર ,સારું ઈચ્છનાર એક શ્રેષ્ઠ વ્યક્તિ બની.
” *બહાર* *ફરતો* *રાવણ* *કરતા* *અંદર* *રહેલો* *રાવણ* *વધુ* *ખતરનાક* *સાબિત* *થાય* છે”
(લેખિકા : મિતલ બગથરીયા)