Sunday, January 26, 2025

મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણ સોનગ્રાના પ્રયત્નોથી નિરાધાર બાળાઓને મળ્યો આધાર

Advertisement

*જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણેય બાળાઓની પાલક માતા-પિતા યોજના મંજુર કરતા ચેરમેને માન્યો આભાર*

મોરબીના ચરડવા ગામના ત્રણ ગરીબ બાળાઓએ પોતાના પિતાનું અકસ્માતે અવસાન થતાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી એમાંય વળી આ ગરીબ બાળાઓની માતાએ નાના ભૂલકાંઓને તરછોડી પૂનરલગ્ન કરી લીધા હોય ત્રણ દિકરીઓ અનાથ બની ગઈ હતી અને પોતાના વૃદ્ધ દાદાની સાથે દુઃખભરી જિંદગી વિતાવતિ હતી,ચરડવા ગામના પૂર્વ સરપંચ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને વર્તમાન કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાનું ધ્યાન આ બાળાઓ તરફ ગયું એમને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો,જરૂરી આધારો સાથે ત્રણેય બાળાઓ માટે પાલક માતા પિતા યોજના અંતર્ગત અરજી કરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓએ રૂબરૂ ઘર તપાસ, જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી,ત્રણેય બાળાઓને ફરજીયાત શાળાએ મોકલવી, સહાયની રકમ બાળાઓના હિતમાં વાપરવી, બાળાઓનો ઉછેર યોગ્ય રીતે કરવો વગેરે શરતો અને બોલીઓ સાથે બાળાઓના સર્વાંગી વિકાસ અર્થે લક્ષ્મી સાગરભાઈ થરેસાને પાલક માતા-પિતા નામે કાંતિભાઈ કાળુભાઈ થરેસા,ખુશી સાગરભાઈ અને ભૂમિ સાગરભાઈ થરેસાને ગીતાબેન રામજીભાઈ થરેસાને સ્પોન્સર એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમિટી-મોરબી દ્વારા ઉપરોક્ત બાળાઓને પાલક માતા પિતા યોજના હેઠળ માસિક રૂપિયા 3000/- ની સહાય તેમજ દિકરીઓનો જ્યારે લગ્નપ્રસંગ આવે ત્યારે રૂપિયા બે લાખની સહાય કરવાના મંજૂરી પત્રો જિલ્લા કલેક્ટર,જી.ટી.પંડ્યા નિવાસી કલેક્ટર, એન.કે.મુછાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી – વૈશાલીબેન જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશીયા, અન્ય જિલ્લા અધિકારીઓ વિગેરેની ઉપસ્થિતમાં અર્પણ કરાયા હતા. ત્રણેય બાળાઓની દરખાસ્તો મંજુર કરવા બદલ કલેકટર જી.ટી.પંડ્યા તેમજ તમામ અધિકારીઓનો કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાએ આભાર પ્રકટ કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW