અક્ષર હોમ ડેકોર અને નાસા ગ્રુપ ઓફ એડયુકેશન આયોજિત બાય બાય નવરાત્રી મહોત્સવ -2023 માં મોરબીમાં ઉમાં બેંગ્લોઝ ખાતે સૌરાષ્ટ્રના ખ્યાત નામ કલાકારો અને કચ્છના જાણીતા એવા સુપ્રસિદ્ધ ગાયિકા સીતાબેન રબારી તથા નીશુંબા ગઢવી અને જાણીતા ગાયક ઋતિક રાઠોડ તથા મોરબી નીતાબેન કાપડી એમના અવાજથી મંત્રમુગ્ધ કરી લીધા હતા. જાણીતા ઉધોગપતિ અને નાનપણથી જેમને રાજકારણ શોખ આપ ના અધિક્સ અને એક સામાજિક કાર્યકર્તા શ્રી પંકજભાઈ રાણસનિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટ ભાવિકભાઈ જારીયા, અમિત અવાડીયા, વિરપારડા સરપંચ અજયસિંહ જાડેજા, મોરબીના પોલીસ અધિકારી જસપાલસિંહ જાડેજા, મોરબી પોલીસ અધિકારી પરાક્રમસિંહ જાડેજા અને પ્રમુખશ્રી રાજપૂત સમાજ ચોટીલા મયુરસિંહ રાઠોડ, ઉધોગપતિ ઓમદીપસિંહ ગોહિલ, પ્રમુખશ્રી અનસ્ટોપબલ વોરિયર્સ હેતલબેન પટેલ અને રાજકોટ પોલિસ અધિકારી પી.પી. હેરભાસાહેબ અને તેમની તેમ સાથે ઘણાબધા મહાનુભાવો આ કાર્યક્રમ માં હાજરી આપી અને જયરાજસિંહ જાડેજા સાહેબ એ સરસ મજાનું આયોજન બદલ ખેલીયા તથા આયોજક ને શુભેચ્છા પાઠવી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી બેસ્ટ ટ્રેડિશનલ અને બેસ્ટ એક્શન માં ઘણા બધા લોકોએ નોમિનેશન કરાવ્યું હતું જેની અંતે જેમના નંબર જાહેર થયાં હતા તેમને સોના, ચાંદી અને અનેક ગિફતો અને મોમેન્ટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા બાય બાય નવરાત્રી મહોત્સવમાં ઘણા બધા ખેલાયાઓ એ પોતાની હાજરી આપી હતી અને બાય બાય નવરાત્રી મહોત્સવનું આયોજન સફળ કરાયું હતું તથા તમામ પત્રકાર મિત્રોએ અમારા પ્રસંગ ને કવરેજ આપ્યું હતી.આ કાર્યક્રમ ને ખુબ મોટી સંખ્યા માં મોરબીવાસિયોં મન મૂકીને જુમ્યા અને આખા કાર્યક્રમ નું આયોજન સફળ બનાવા માટે આયોજક શ્રી જયદીપભાઈ ડાભી અને વિજયભાઈ ભાડજા એ જહેમત ઉઠાવી હતી અને મોરબીવાશીયો નો આભાર વ્યક્ત કર્યો હતો.