Friday, January 24, 2025

નીલકંઠ સ્કૂલ ખાતે “સાયબર ક્રાઈમ અવેરનેસ”સેમિનાર યોજાયો

Advertisement

વર્તમાન સમયમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાનો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પાછળ ખર્ચે છે અને સોશિયલ મીડિયા App જેવીકે facebook,instagram,snapchat, whatsapp વગેરેનો બહોળો ઉપયોગ કરે છે.ક્યારેક બાળકો ઇન્ટરનેટ ના ઉપયોગ દ્વારા અજાણતા ગંભીર ભૂલ પણ કરે છે.અને સાયબર ક્રાઈમ નો ભોગ બને છે.

વિદ્યાર્થીઓ પોતાનો કિંમતી સમય આવી બિનઉત્પાદક પ્રવૃત્તિ માં વેડફી ના નાખે અને અભ્યાસિક પ્રવૃત્તિમાં સમયનો સદ્દઉપયોગ કરે તેમજ જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમ થી માહિતગાર થાય અને ભવિષ્યમાં કોઈપણ સાયબર ક્રાઈમ નો ભોગ ન બને તેવા હેતુસર નીલકંઠ સ્કૂલમાં મોરબી જિલ્લા DySP એન.કે.પટેલ ,મોરબી શહેર PI એચ.એ. જાડેજા , PSI સોનારા તેમજ તેમની ટીમ દ્વારા નીલકંઠ સ્કૂલમાં ધો-10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે “સાયબર ક્રાઇમ અવેરનેસ” સેમિનાર યોજવામાં આવેલ હતો.

તેમજ મોરબી શહેર અને સ્કૂલ ની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ માં હંમેશા અગ્રેસર રહેતા નીલકંઠ સ્કૂલ ના ધો-11 અને 12 કોમર્સ ના 70 વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

મુખ્ય અતિથિ DySP પટેલનું સ્વાગત નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા અને PI જાડેજા નું સ્વાગત ટ્રસ્ટી નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સોનારા નું સ્વાગત આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા દ્વારા મોમેન્ટો આપીને કરવામાં આવ્યું.
નીલકંઠ સ્કૂલ ના સુપરવાઇઝર મનોજભાઈ જોશી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા માં રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW