Saturday, January 25, 2025

મોરબીના ઝીકિયાળી પ્રાથમિક શાળાના આચાર્યને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક એનાયત થયો

Advertisement

બાળસાહિત્યકાર પ્રકાશ કુબાવતના બાળવાર્તા સંગ્રહ ‘પરિરાણીનાં દેશમાં’ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી વિશિષ્ટ સન્માન

યશવંત મહેતાએ જેને બાળસાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ કહ્યો છે એ અંજુ-નરશી પારિતોષિક વિતરણ સમારંભ તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કુંડળધામ, તા. બરવાળા, જિ-બોટાદ મુકામે શ્રી અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર આયોજિત યોજાયો.
બાળસાહિત્યકાર પ્રકાશ કુબાવતના બાળવાર્તા સંગ્રહ ‘પરિરાણીનાં દેશમાં’ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી વિશિષ્ટ સન્માન -૨૦૨૩ રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અંજુનસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા, ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કૃત સર્જક અશોકપુરી ગોસ્વામી , ગુજરાત બાળસાહિત્ય અકાદમીના અધ્યક્ષ યશવંત મહેતા, ગુજરાત લોકસાહિત્ય ક્ષેત્રના અરવિંદ બારોટ, મનોહર ત્રિવેદી તેમજ પારિતોષિક સમારોહના આયોજક રવજી ગાબાણી પરિવારની ઉપસ્થિતમાં રોકડ ધનરાશિ તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું.
પ્રકાશ કુબાવતના પ્રથમ પુસ્તક ‘બાલપરીની વ્યથા’ને પણ બાળસાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. બીજું પુસ્તક પણ સન્માનિત થતા શિક્ષણ અને સાહિત્ય જગતનું તેમને ગૌરવ વધારેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW