વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને અમદાવાદ ખાતેથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડનો સ્ટાફ આ કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૬ (૧)બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. ચીબોડા વાગાવત તા.ગીંગલા જી.સલંબર (રાજસ્થાન) વાળો હાલે અમદાવાદ મણીનગર વિસ્તારમાં હોવાની બાતમીના આધારે સ્ટાફ સાથે અમદાવાદ ખાતે તપાસ કરતા આરોપી હમીરસિંહ ઉર્ફે હમેરસિંહ કેસરીસિંહ ઉર્ફે કેસરસિંહ ગંગારસિંહ રાઠોડ ઉ.વ. ૪૨ રહે. હાલ અમદાવાદ મણીનગર ૭-ડેસ્કુલની બાજુમાં ધીરજ હાઉસીંગ વડવાળા ડેરીનામની દુકાનમાં તા.જી. અમદાવાદ મુળ રહે. ચીબોડા વાગાવત તા. ગીંગલા જી. સલંબર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને તા. ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા આવેલ છે.