હિન્દુ ધર્મમાં તહેવારો નો રાજા એટલે દિવાળી. પાંચ દિવસ ચાલતો મહત્વનો અને મુખ્ય તહેવાર જેમાં મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી ની આરાધના અને ઉપાસના નો તહેવાર .તો ચાલો જાણીએ મોરબી ના જાણીતા પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વિવિધ શુભમૂર્હતો ની વિસ્તૃત માહિતી
**ચોપડા ખરીદી કરવા માટે*
*પુષ્પ નક્ષત્ર યોગ**
આસો વદ સાતમ તા. ૪ નવેમ્બર 2023 શનિવારના રોજ સવારના ૭ ક. ૫૯ મિ.થી આખો દિવસ અને આખી રાત્રી છે સવારના ચોઘડિયા 8.18 થી 9.42 સુધી અને 12.30 થી 4.43 સુધી
– સાંજના ૬ ક. ૦૪ મિ. થી ૭ ક. ૩૫ મિ. સુધી
– રાતના ૯ ક. ૧૫ મિ.થી ૧૨ ક. ૨૦ મિ. સુધી
*રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ* (5-11-2023)
આસોવદ આઠમ રવિવાર તા. ૫/૧૧/૨૦૨૩ ના રોજ સવારના ૧૦ ક. ૩૦ મિ. સુધી પુષ્ય નક્ષત્ર છે. તેથી રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ બને છે.
સોના-ચાંદી-આભૂષણ-સિક્કા કુબેર યંત્ર શ્રીયંત્ર ચોપડા ખરીદવા-ઓર્ડર આપવા માટે શ્રેષ્ઠ દિવસ
તા. ૫/૧૦/૨૦૨૩ આસો વદ આઠમ રવિવારે સવારના ૧૦ ક. ૩૦ મિ. સુધી રવિપુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠયોગ બને છે. નવા વર્ષના ચોપડા
સમય – સવારના ૭ ક. ૦૫ મિ.થી ૧૦ ક. ૩૦ મિ. સુધી
*ધનતેરસ-ધન્વંતરી જયંતી (10-11-2023)*
આસો વદ બારસ તા. ૧૦/૧૧/૨૦૨૩ શુક્રવારના રોજ ધનતેરસ છે. ધન્વંતરી જયંતી છે. ધનપૂજન, ધન્વતંરી પૂજન તેમજ યમદીપદાન કરવું.
*ધનપૂજનનો સમય :-*
– બપોરના ૧૨ ક. ૨૫ મિ. થી ૧ ક. ૩૫ મિ. સુધી
– બપોરના ૪ ક. ૩૫ મિ. થી ૫ ક. ૫૫ મિ. સુધી
– રાત્રે ૯ ક. ૧૦ મિ.થી ૧૦ ક. ૪૫ મિ. સુધી
– રાતના ૧૨ ક. ૨૫ મિ.થી ૩ ક. ૩૫ મિ. સુધી
(જેમને ચોપડા લાવવાના બાકી હોય તેઓ ઉપરોક્ત સમયમાં ચોપડા ખરીદી શકે છે.)
*કાળીચૌદશ (11-11-2023)*
આસો વદ તેરસ તા. ૧૧/૧૧/૨૦૨૩ શનિવારના રોજ કાળીચૌદશ નો પ્રારંભ 1.58 થી છે. હનુમાન જયંતી છે. ભૈરવપૂજા, બટુક પૂજન, વીરા પૂજા, હનુમાનજીની પૂજા, મહાકાલી પૂજન અને દશ મહાવિદ્યાઓની આરાધના , મશીનરી પૂજન માટે શ્રેષ્ઠ દિવસ તાંત્રિક કાર્યો માટે ઉત્તમ દિવસ. રાત્રિ સાધના ઉત્તમ રહે.જેમનેસાંજે નૈવેદ થતાં હોય તેમને સાંજે નૈવેદ કરવા .તેમજ બપોરે થતાં હોય તેમને 12.11.23 ના બપોરે 12.45 સુધી ના નૈવેદ કરવા
સમય:-
– બપોરે ૧૨ ક. ૩૦ મિ.થી ૪ ક. ૩૦ મિ. સુધી
– સાંજના ૬ ક. ૦૦ મિ.થી ૭ ક. ૩૦ મિ. સુધી
– રાત્રે ૯ ક. ૧૫ મિ.થી ૨ ક. ૦૦ મિ. સુધી
*દિવાળી-દીપાવલી (12-11-2023)*
આસો વદ ચૌદશ તા. ૧૨/૧૧/૨૦૨૩ રવિવારના રોજ દિવાળી-દીપાવલીનું શુભ વર્ષ છે.(બપોરે 2.36 થી દિવાળી) લક્ષ્મીપૂજન-શારદાપૂજન માટે શ્રેષ્ઠ દિવસ છે. નરક ચતુર્દશી-રૂપ ચતુર્દશી પણ છે.
સમય:-
– સવારના ૮ ક. ૨૦ મિ. થી બપોરના ૧૨ ક. ૨૦ મિ. સુધી
– બપોરના ૧ ક. ૩૦ મિ.થી ૨ ક. ૪૫ મિ. સુધી
*સ્વાતિયુક્ત અમાવસ્યા (* બપોરે૨.૩૬ થી દિવાળી)
– બપોરના ૨ ક.૩૬ મિ. થી ૩ ક. ૧૦ મિ. સુધી
– સાંજના ૫ ક. ૫૮ મિ. થી ૧૦ ક. ૪૫ મિ. સુધી
– રાતના ૨ ક. ૦૪ મિ.થી ૩ ક. ૪૦મિ. સુધી
*બેસતુ વર્ષ :* વિક્રમ સંવત-૨૦૮૦ (14-11-2023)
વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૧૪/૧૧/૨૦૨૩ મંગળવાર ના રોજ થાય છે. બેસતુ વર્ષ, નૂતન વર્ષ છે.
પરંપરાગત પ્રણાલિ પ્રમાણે બેસતા વર્ષે મુહુર્ત કરનારે નવા વર્ષનું મુહુર્ત કરવું.
નવા વર્ષે પેઢી ખોલવાનું-મુહુર્ત કરવાનો સમય
– સવારના ૯ ક. ૪૦ મિ. થી બપોરના ૧ ક. ૪૫ મિ. સુધી.
*ભાઈબીજ, યમ દ્વિતિયા, ગોવર્ધન પૂજા, (* 15-11-2023)
*લાભ પાંચમ (18-11-2023)*
કારતક સુદ પાંચમ શનિવાર તા. ૧૮/૧૧/૨૦૨૩ના રોજ લાભ પાંચમ છે. શ્રી પંચમી સૌભાગ્ય પંચમી, પાંડવપંચમી છે. જૈન જ્ઞાનપંચમી છે.
આજે લાભપાંચમ-શ્રીપંચમીએ વેપાર-ધંધાના મુર્હુત કરવા-સોદા કરવા, પેઢી ખોલવા માટે ઉત્તમોત્તમ દિવસ છે. વિદ્યાભ્યાસનો પ્રારંભ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા આજનો દિવસ શ્રેષ્ઠ છે.
સમય:-
– સવારના ૮ ક. ૨૦ મિ.થી ૯ ક. ૪૦ મિ. સુધી
– બપોરના ૧૨ ક. ૩૦ મિ. થી ૧ ક. ૪૫ મિ
.
*શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે મોરબી (ભાગવત આચાર્ય ,સંસ્કૃત વિશારદ ,જયોતિષ રત્નમ) મો.૮૦૦૦૯૧૧૪૪૪*