દિવાળી ના પર્વ પર આગ લાગવાથી કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારમાં આગ જનની ના બનાવો માં સરળતા થી પહોંચી શકાય તે માટે મહારાણા પ્રતાપ સર્કલ સામે કાંઠે નવા બસ સ્ટેન્ડ અને ફાયર સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ટીમો સાથે ૧૫ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હતા.
ગઈકાલે દિવાળીના તહેવાર દરમિયાન થી બીજે દિવસ સુધી સવારમાં મોરબી ફાયર કંટ્રોલરૂમમાં 21 ફાયર કોલ આવેલા છે.જેમાં કચરા ના ઢગલામાં, જાડી -જાખરા માં, ખુલ્લી જગ્યામાં, નીણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કની માં, એવી વિવિધ જગ્યાએ આગ- જનનીના બનાવો બનેલા છે,મોરબી ફાયર વિભાગ ની સૂચતકતાથી કોઈ જાનહાની થયેલ નથી