મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક અન્વયે આંગણવાડીના મકાન ફાળવણી, ખેડૂતોને વળતર ચુકવણી, જમીન દબાણ, વૃદ્ધ નિરાધાર પેન્શન સહાય, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ અને હિરાસર એરપોર્ટ જવા માટે એ.સી. બસ શરૂ કરવી વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.