Thursday, January 9, 2025

મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો ૩૦ નવેમ્બર સુધી અરજી કરી શકશે

Advertisement

આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી માટે ૩૦ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે.

મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર માટે ૧૦૬ અને આંગણવાડી તેડાગર માટે ૧૮૪ જગ્યા ખાલી છે.

આ ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારોએ તા.૩૦/૧૧/૨૦૨૩ https://e-hrms.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. કાર્યકર માટેની લઘુતમ લાયકાત ધોરણ ૧૨ પાસ અને તેડાગર માટે લઘુત્તમ લાયકાત ધોરણ ૧૦ પાસ તેમજ ઉમેદવાર જે-તે વિસ્તાર/ગામમાં એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવી અનિવાર્ય છે. ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી https://e-hrms.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર ૦૨૮૨૨-૨૯૯૧૨૦ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW