વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે મોરબી જિલ્લામાં સરકારમાંથી ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ ત્રણે રથનું મોરબી ખાતે આગમન થઈ ચૂક્યું છે.
સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને અને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની યોજનાઓનો લાભ લેતા થાય તેવા શુભ આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીમાં પણ આગામી બે માસ સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેના સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ રથનું મોરબી ખાતે આગમન થઈ ગયું છે.