મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ તમામ તાલુકાઓમાં ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે.
આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાનાર છે જે અન્વયે મોરબી જિલ્લામાં મોરબી તાલુકા કક્ષાનો કાર્યક્રમ મોરબી એ.પી.એમ.સી. ખાતે, હળવદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ હળવદ એ.પી.એમ.સી. ખાતે, માળિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરવડ ગામે પટેલ સમાજવાડી ખાતે, ટંકારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ હરબટીયાળી હાઇસ્કુલના મેદાન ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ અમરસિંહ હાઇસ્કુલ-વાંકાનેર ખાતે તેમજ પિયતના નવા સોર્સ અન્વયેનો કાર્યક્રમ મોરબી તાલુકાના જેતપર ગામે હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાશે.
આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં ખેડૂતોને લગતી વિવધ યોજનાઓના લાભો તેમજ કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોચતી કરવામાં આવશે. કાર્યક્રમમાં કૃષિ પરીસંવાદ તથા વિવિધ જેટલા સ્ટોલ મારફત કૃષિ પ્રદર્શની યોજાશે સાથે સાથે સેવા સેતુ તથા પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે તેમજ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સહાય યોજનાઓના મંજૂરીપત્રો તેમજ સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે.
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન (મિલેટ), ખેતી ખર્ચના ઘટાડા માટે સાધનોનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનનો વધારો કરવો તથા કૃષિલક્ષી પ્રશ્નોતરી યોજાશે. તેમજ બેસ્ટ આત્મા ફાર્મરનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સન્માન, ચેક તથા વર્ક ઓર્ડરનું વિતરણ કરાશે. ઉપરાંત પ્રદર્શનના સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાતનુ આયોજન હાથ ધરાશે.