મોરબીના ઝીકીયારી પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમમાંથી રાત્રે ૧૦ વાગ્યે છોડાયેલું પાણી ખાખરેચી ચીખલી વચ્ચે બપોરે અચાનક જ પહોંચતા લોકો ફસાયા!!
ચીખલીથી ખાખરેચી તરફ જતા લોકો નદી બે કાંઠે વહેતા ખાખરેચી તરફ જવા ખાખરેચી ગામના લોકો અને મજુરો કાંઠે ફસાયા જાણ કર્યા વગર પાણી છોડાયાની ચર્ચા!
મોરબીના ઝીકીયારી પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમ ભરવા રાત્રે બે ગેટ એક ફૂટ સુધી ખોલાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી જે છોડાયેલું પાણી સુલતાનપુર ખાખરેચી ચીખલી વિસ્તારમાં બપોરે બે વાગ્યા આસપાસ પહોંચતા અચાનક જ આવેલા પાણીના જોરદાર પ્રવાહથી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે ખાખરેચી તરફ જતા લોકો અને મજુરો એક કાંઠેથી બીજા કાંઠે ફસાયા હતા જેથી બે કાંઠે વહેતી નદીના પાણી ઉતરવા મુશ્કેલ હોય ભર-બપોરે લોકો ફસાયાના સમાચાર મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે અચાનક જ આવેલા પાણીથી ખેડુતો અને મજૂર વર્ગમાં એવી ચર્ચા થઈ રહી છે કે કોઈ પણ જાણ વિના નદીમાં આવેલા પાણીનો પ્રવાહમાં કોઈ તણાઈ જાય તો જવાબદારી કોની ? જેથી સિંચાઇ વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમોએ રાત્રે ૧૦ વાગ્યે ચેકડેમ ભરવા બે ગેટ એક ફૂટ સુધી ખોલ્યા હતા જે રાત્રે અઢી વાગ્યાની આસપાસ બંધ કરી દીધા હતા જેની જાણ પોલીસ સહિતને કરાઈ હતી તેવું જણાવ્યું હતું જોકે સુલતાનપુર પુર્વ સરપંચ સાથે વાતચીત કરતા કોઈ જ પ્રકારની જાણ નથી કરી તેવુ જણાવતા ડેમના દરવાજા જાણ કર્યા વિના ખોલ્યા હોય તેવું નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જેથી નદીમા અચાનક આવેલા મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ કોઈ જાનહાની સર્જે તો જવાબદારી કોની તેવી ચર્ચા થઈ રહી છે