Saturday, May 24, 2025

નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનમાં સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેમિનારનું બે દિવસનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

શિક્ષકમાં પણ હંમેશા વિદ્યાર્થી જીવતો રહેવો જોઇએ તો જ એ સતત અપડેટેડ રહી શકે અને શ્રેષ્ઠતમ જ્ઞાન આપી શકે. શિક્ષકોને પ્રશિક્ષણના માધ્યમથી સતત નવું કરવાની પ્રેરણા મળી રહે તે માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ *સ્ટાફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સેમિનાર* નું સફળતાપૂર્વકનું આયોજન નવયુગ સંકુલના અદ્યતન ઓડીટોરીયમમાં તા. ૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં પ્રખર વક્તાઓએ તેમની જ્ઞાનવાણીના પ્રકાશથી વિદ્યાગુરુઓનો માર્ગ પ્રશિસ્ત કર્યો હતો.

સેમિનારના પ્રથમ વક્તા નેહલ ગઢવીએ તેમના વક્તવ્યમાં શિક્ષક ભલે કીંગના બની શકે પણ તે કીંગમેકર જરૂર છે. તેને ભણાવેલા વિદ્યાર્થીઓ દેશના સર્વોચ્ચ સ્થાનો પર શોભાયમાન થાય છે. તે વાત વણી લીધી હતી.

બીજા વક્તા જય વસાવડાએ ‘શિક્ષક વિદ્યાર્થીઓમાં મૂળભૂત ગુણો જેવા કે, અભ્યાસ, અભય, અભિવ્યક્તિ, ઓળખ, આવિષ્કાર, આયોજન, આસ્વાદ કેળવીને તેનું ધડતર કરી શકે’ તે વાત સમજાવી હતી.

ત્રીજા વક્તા શ્રી ભાણદેવજીએ આધ્યાત્મિકતાથી શિક્ષણમાં ક્રાંતિ લાવી શકાય તે મુદ્દા પર છણાવટ કરી હતી.

ચોથા વક્તા હર્ષલ માંકડએ વિદ્યાર્થીઓ અક્ક્લ, આત્મવિશ્વાસ, આવડત અને અનુભવથી જીવનનો રાહ બદલી શકે તે જણાવ્યું.

બીજા દિવસના પ્રથમ વક્તા શૈલેષ સગપરિયાએ શિક્ષકના ગુણોને શ્રીમદ્ ભગવદ્ પુરાણ સાથે સાંકળીને શ્રેષ્ઠ ઉદાહરણો સાથે તરબોળ કરી દીધા હતા, સાથે સાથે દશાવતાર કઈ અવતરીત થયા હતા તે પણ સમજાવ્યું હતું.

બીજા વક્તા પારસ પાંધીએ તેના વ્યાખ્યાનમાં શિક્ષકે અને વાલીએ બાળકની પ્રકૃતિને સમજવાની છે, બદલાવવાની નથી. અને શિક્ષકએ ભણાવવું એ રીતે જોઈએ કે તે વિદ્યાર્થીના માનસપટ પર ઉંડે સુધી અંકિત થઈ જાય, એ વાતને વણી લીધી હતી.

આ સાથે શ્રેષ્ઠ કામગીરી અને રીઝલ્ટ લાવવા બદલ સંસ્થાના કર્મનિષ્ઠ સ્ટાફને ૫,૦૦,૦૦૦ થી વધુ રકમના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW