મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા એ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા ઇ/ચા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સુચના અન્વયે પો.સ.ઈ. વી.જી.જેઠવા એ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ને મળેલ ખાનગી બાતમી ના આધારે મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ “શિવ કિરાણા સ્ટોર” માંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-૮૦ કિં.રૂ.૧૨,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જથ્થો રાખી વેંચાણ કરનાર :-
(૧) મહેશભાઇ દાનજીભાઇ ચૌહાણ
કબ્જે કરેલ મુદ્દામાલ :- નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૮૦ કિં.રૂ.૧૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.