Monday, February 3, 2025

માળીયા તાલુકાના સરવડ પ્રા.આ.કેન્દ્ર દ્વારા એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસની ઉજવણી કરવામાં આવી

Advertisement

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા જિલ્લા આર.સી.એચ. અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કિશોરાવસ્થાને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાને સ્પર્શતો વિષય એટલે કે ‘પોષણ અને પરામર્શ’ ને આવરી લેવામાં આવ્યો હતો .

આ તબક્કે મેડિકલ ઑફિસર ડો. નિરાલી ભાટિયાએ કિશોરાવસ્થામાં પોષણ અને સંતુલિત આહાર અને તેના ફાયદા વિશે દરેક કિશોરીઓને વિસ્તૃત માહિતી આપી હતી. કિશોરીઓને આ અવસ્થા દરમિયાન થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફાર, કિશોરીઓને આવતા માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે પણ ડો. નિરાલી ભાટિયા એ સમજ આપી હતી.

ઉપરાંત આ તકે જિલ્લા કક્ષાએથી હાજર રહેલા જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. વિપુલ કારોલીયાએ કિશોરાવસ્થામાં હિમોગ્લોબીન તપાસનું મહત્વ તેમજ એનિમિયા અને એનિમિયા અટકાવવા માટે નિયમિત લોહતત્વની ગોળી લેવાના ફાયદા વિશે વિશેષ સમજણ આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડની ટીમ દ્વારા દરેક કિશોરીઓ હિમોગ્લોબીનની તપાસ તેમજ વજન, ઊંચાઈ, BMI તપાસ કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત કિશોરીઓએ જાતે પોષણયુક્ત વાનગીઓ બનાવીને વાનગી હરીફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાનગી હરીફાઈમાં ઉત્કૃષ્ટ વાનગી માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને તે કિશોરીઓને જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. વિપુલ કારોલીયાના હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ આ વાનગી હરીફાઈમાં ભાગ લીધેલ તમામ કિશોરીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW