મોરબી ના બહાદુરગઢ ગામ પાસે આવેલ એ જી એલ નામની સેનેટરીવેર સિરામિક એકમ માં મજૂરી કામ કરતા બાળ શ્રમિક મળી આવ્યો હતો. જેમાં બાળને મજુરી પર રાખનાર આરોપી કોન્ટ્રાકટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સરકારી શ્રમ અધિકારી મદદનીશ શ્રમ આયુક્ત કચેરી મોરબીવાળાએ આરોપી લખાઈ પાંડુ કીશકુ ઉ.વ.આશરે પુખ્ત રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૨-૨૦૨૩ ના રોજ આરોપી કોન્ટ્રાક્ટર લખાઈ પાંડુ કીશકુ ઉ.વ.આશરે પુખ્ત રહે. મોરબીનાઓ દ્વારા એ.જી.એલ. સેનેટરીવેરમા બાળ શ્રમિક જેની ઉંમર ઉ.વ.૧૩ ને સંસ્થામાં મજુરી કામે રાખી ગુનો કર્યો હતો. જેથી આ બનાવ અંગે સરકારી શ્રમ અધિકારી મદદનીશ શ્રમ આયુક્ત કચેરી મોરબી દ્વારા
આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બાળ
અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) -૧૯૮૬(સને-૨૦૧૬મા સુધાર્યા
અનુસર) એક્ટની કલમ -૩ તથા ૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી