Sunday, March 16, 2025

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મિતાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું

Advertisement

સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા

મોરબી જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. મહાનુભાવો હસ્તે મિતાણા ગ્રામ પંચાયતમાં ઓ.ડી.એફ ફ્રી તથા સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રી તથા તલાટી મંત્રીને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મિશન મંગલમ, ઉજ્જલા યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી.

આરોગ્ય વિભગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ધરતી કહે પુકાર અંતર્ગત નૃત્ય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

આ પ્રસંગે મિતાણા ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ મયુરભાઈ દેવડા, અગ્રણી સંજયભાઈ ભાગિયા, વસંતભાઈ માંડવીયા, અલ્પેશભાઈ દલસાણીયા, ભાવેશભાઈ સેજપાલ, હસમુખભાઈ દુબરિયા, સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW