રાજસ્થાનમા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સ્વ સુખદેવસિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરવામા આવી . સ્વ. સુખદેવજી ગોગમેડીએ જ્યારે પોલીસ પ્રોટેક્શન માગેલ હતું છતાં અધિકારીઓ દ્વારા તેઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જેના કારણે ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવા વાળા કરણી સેના ના નેતાની નિર્દયી માણસો દ્વારા જે રીતે હત્યા કરી છે તેમની ઉપર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્દી માં જલ્દી તેમને સખત સજા કરવામાં આવે તેમજ જેમને પણ તેઓને પોલીસ પ્રોટેક્શન નથી આપ્યું તેવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની લાગણી અને માંગણી છે. આવીજ ઘટના જો સમાજમા બનતી રેસે તો આવનારા સમય મા લોક હિત ની લડાય માટે કોઈ આગેવાની લેશે નહી જેની નુકસાની સમાજ અને આમ જનતા નેજ જશે
આ ઘટનાના વિરોધમા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા, મોરબી જીલ્લાના દરેક કાર્યકર્તાઓને સાથે રાખી ને મોરબી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામા આવ્યુ હતું