Sunday, May 25, 2025

ટંકારા તાલુકાના હડમતિયા ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત રથયાત્રા આવતા ગ્રામજનોએ આવકારી હતી

Advertisement
Advertisement
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં સરકારશ્રીની યોજનાઓનો વધુને વધુ લાભ જરૂરિયાત મંદ લોકોને મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે.

હડમતિયા ગ્રામ પંચાયત તેમજ હડમતિયા ગામ વર્તી વિકસિત ભારત રથ તેમજ મહેમાનોનું દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત થી સ્વાગત કરવામાં આવ્યું.
હડમતિયા કન્યા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર રોલ પ્લે અને ધરાઓ ધરાનું નાટક કરવામાં આવ્યું.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત હડમતિયા ગામમાં સરકારની યોજનાનો લાભ મેળવેલ લાભાર્થીની સ્ટોરી કહેવામાં આવી.

પ્રસંગને અનુરૂપ મોરબી જીલ્લા પંચાયતના સદસ્યના પતિ નથુભાઈ કડીવાર અને ટંકારા-પડધરી ના ધારાસભ્ય દ્વારા સંબોધન કરવામાં આવ્યું.
સરકારની યોજના જેવી કે *આયુષ્માન ભારત* , *NCD કેમ્પ, ટીબી નોંધણી,* *પી.એમ. ગરીબ કલ્યાણ યોજના,* *અટલ પેંશન યોજના,* *ઉજ્જવલા યોજના* જેવી ૨૬ યોજનાની માહિતી આપી લાભાર્થીનું સન્માન કરવામાં આવ્યું.

આઝાદીના ૧૦૦માં વર્ષે ભારત આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બને તે માટે શપથ લેવળાવી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો રેકોર્ડડ વિડીયો સંદેશ સંભળાવવામાં આવ્યો.

*આ પ્રસંગે હડમતિયા ગ્રામ પંચાયતના સદસ્યો, શિક્ષકગણ, હડમતિયા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી અંબારામભાઈ દેત્રોજા, ગ્રામજનો હાજર રહ્યા હતા*

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW